Warning: include_once(../analyticstracking.php): failed to open stream: No such file or directory in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/gujarati/heroes/theme-header.php on line 69

Warning: include_once(): Failed opening '../analyticstracking.php' for inclusion (include_path='.:/usr/share/php') in /hermes/bosnacweb09/bosnacweb09ay/b2512/ipw.pro-vism/public_html/InternationalWebsite/gujarati/heroes/theme-header.php on line 69
 

વિશ્વાસ ના હીરોઝ - એકમ 1

હિરોઝ ઓફ ફેઇથ સન્ડે સ્કૂલમાં આપનું સ્વાગત છે!અભ્યાસોની આ શ્રેણીમાં, અમે હિબ્રૂ 11 માં મળતા વિશ્વાસના હીરોઝની સૂચિ જોઈશું. કારણ કે આપણું આધ્યાત્મિક જીવન એ આપણા શારીરિક જીવન કરતાં વધુ મહત્વનું છે, તેથી આપણે પણ શીખીશું કે આપણે વિશ્વાસપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકીએ. જીવનના સામાન્ય નિર્ણયો કરતાં આધ્યાત્મિક નિર્ણયો વધુ મહત્વપૂર્ણ કેમ છે આપણે તેનું વિશ્લેષણ કરીશું. પછી જેમ આપણે જેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો હતો, ઈશ્વર સાથે વાત કરી હતી અને તેમના માટે જીવ્યા હતા તેવા પુરુષો અને સ્ત્રીઓના જીવન વિશે જોઈશું, તેમ-તેમ આપણે આ પ્રશ્નોના જવાબ આપતા જઈશું. તેઓ આપણા માટે એક ઉદાહરણ રૂપ છે. કેટલીકવાર આપણે લોકો જે સારી વસ્તુઓ કરતા હતા તે જોઈશું અને અન્ય વખતે આપણે તેમની ભૂલોમાંથી શીખીશું.

જો કે અમે આ વર્ગો નાના બાળકો અને કિશોરોને શીખવી રહ્યા છીએ, તેમ છતાં, તમે તેમની સાથે ઓલ્ડ ટેસ્ટામેન્ટના કેટલાક મનોરંજક પાસાઓ શીખવાનું સૌંદર્ય પણ મેળવશો. ખાસ કરીને, આ સિદ્ધાંતોને આપણા દૈનિક જીવનમાં કેવી રીતે લાગુ કરવા તે અંગે નવીન વિચારોને જોવા તે અદ્ભુત છે. અમે આ મટીરીયલ લખતા હતા ત્યારે ખરેખર ઈશ્વર વિશે અને ક્રિશ્ચિયન જીવન વિશે શીખીને આનંદ પામ્યા.